માંડવીના અગ્રણીની આરાધના પર્યુષણમાં બરકરાર
માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ચેરમેન કિરણભાઈ સંઘવી સતત ૬૧ વર્ષથી ૬૧મી અઠ્ઠાઈ તપ (૮ ઉપવાસ)ની આરાધના કરી રહ્યા છે. ૭૭ વર્ષના કિરણભાઈ છેલ્લાં ૬૧ વર્ષથી પર્યુષણ પર્વમાં આ આરાધના કરી રહ્યા છે માંડવીમાં આરોગ્યક્ષેત્રે કામગીરી કરતી સંસ્થા ‘જનકલ્યાણ મેડિકલ સોસાયટી’ સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવીના ચેરમેન શ્રી સંઘવીની સતત ૬૧ વર્ષથી ૬૧મી અઠ્ઠાઈ તપની આરાધના આ વખતે પણ અવિરત રહી છે. ૭૭ વર્ષના કિરણભાઈ છેલ્લાં ૬૧ વર્ષથી પર્યુષણ પર્વમાં દર વર્ષે આ આરાધના કરી રહ્યા હોવાનું જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

