લાયન્સ ક્લબ ભચાઉ દ્વારા ઝંડુ કંપનીના સહકારથી નિશુલ્ક બોન હેલ્થ ચેક-અપ કેમ્પ શનિવારે યોજાયો હતો. કેમ્પની શરૂઆત લાયન્સ ક્લબ ભચાઉના પ્રમુખ ડો ધર્મેન્દ્ર પરમાર, પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ, રમણીકભાઈ , ઈશ્વર ભાઇ જોશી, ભુજથી આવેલા ઝંડુ કંપનીના વિપુલભાઈ એમ. ઠક્કર, અમદાવાદથી આવેલા ટેકનીશીયન શ્રીધરભાઈ બલાના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. ભરતભાઈ ઠક્કર,પત્રકાર વિનોદ ભાઈ સાધુ, કરણસિંહ વાઘેલા, પ્રદિપસિંહ ગોહિલ ખેતશીભાઈ મારું, પ્રભુભાઈ વાઘેલા વગેરે હાજર રહ્યા હતા. આ ફ્રી કેમ્પ માં 55 દર્દીઓને હાડકાની ઘનતા બોન્ડ ડેન્સિટીની તપાસ કરી આપવામાં આવી હતી. માર્ગદર્શન સાથે આહાર -વિહારની માહિતી આપવામાં આવી હતી. કેમ્પના આયોજનમાં લાયન્સ ના પદાધિકારી અને સભ્યોનો સહયોગ રહ્યો હતો.
ભચાઉમા યોજાયો બોન હેલ્થ તપાસણી કેમ્પ

