ના.સરોવર સ્વામી મંદિરે લહેરાયો ત્રિરંગો
નારાયણ સરોવર
સમગ્ર દેશની સાથે રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી રાષ્ટ્રના છેવાડે આવેલા તીર્થધામ ના.સરોવર ખાતે સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે ગર્વભેર કરાઈ હતી.
નારાયણસરોવર સ્વામિનારાયણ મંદિર ખાતે મરીન કમાન્ડની ઉપસ્થિતિમાં ડી. વાય. એસ. પી. શ્રી. ઝાલા , પૂજારી મેઘજીભાઈ પટેલ, સંચાલક જીતેનભાઈ વેકરીયા, દિપકભાઈ જોશી અને પ્રવાસીઓની હાજરીમા ધ્વજવંદન નો કાર્યક્રમ ગર્વભેર યોજાયો હતો..
દેશના છેવાડાના આ સ્થાને ધર્મ સાથે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ અને દેશ પરત્વેની ભાવના દરેક વ્યક્તિ માટે અગ્રતાની બાબત હોવાની શીખ આપતા આ કાર્યક્રમે દેશભક્તિનો અનેરો માહોલ ઉભો કર્યો હતો.

