કચ્છના માજી મહારાવ સ્વ. મદનસિંહજીની જન્મજયંતી નિમિત્તે ભુજ ખાતે નગરપાલિકા, સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે વંદના કાર્યક્રમ સાથે વિવિધ સેવાકાર્યો કરાયા હતા.ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, પૂર્વ કાઉન્સિલર ધીરેનભાઈ લાલન, દેવદત્તભાઈ ગઢવી, રશ્મિભાઈ ઠક્કર અને પબુભાઈ ગઢવી, મદનસિંહજી ટ્રસ્ટ વતી નારણજીભાઈ જાડેજા, રાજ પરિવારના હનુંવંતસિંહજી, પ્રતાપસિંહ, શાલિનીદેવી, અનિરુદ્ધસિંહ અને મેઘદીપસિંહ તથા એમ. આઈ. બાયડ સહિતનાએ વંદના કરી હતી. સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા અને રામુબેન પટેલ સહિતના કાર્યકરોએ સેવકાર્યો કર્યા હતા.
મહારાવ મદનસિંહજીની જન્મજયંતીએ સેવાકાર્યો

