ઝુરા સોલાર પ્રોજેક્ટ ખાતેથી ત્રણ લાખના કેબલની કરાઈ તસ્કરી

કેબલ બંને છેડેથી કાપી બે હજાર મીટર કેબલ ઉઠાવી જવાયો

ભુજ તાલુકાના ઝુરા ખાતે કાર્યરત અયાના રીન્યુએબલ પાવર પ્રાઇવેટ લિમિટેડના સોલાર અજાણ્યા તસ્કરો આશરે ત્રણ લાખની કિંમતના કેબલની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોલાર પ્રોજેક્ટમાં સિક્યુરિટી ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ ફતુભા ઝાલાએ આ ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર અયાના રીન્યુએબલ પાવર પ્રાઇવેટ લિમિટેડનો ઝુરા ખાતે સોલાર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં 12 બ્લોક આવેલા છે. બ્લોક નં.5માં રાત્રિના સમયે સ્ટ્રિંગ કેબલ અને મોડ્યુલ કેબલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સાઇટ પર તપાસ કરાતાં મોડ્યુલમાંથી એમ.સી.બી. તરફ જતા કેબલ બંને છેડેથી કાપેલા જોવા મળ્યા હતા. કુલ .3 લાખના કેબલ ગાયબ હતા. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.