મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કંડલા એરપોર્ટ ખાતે સ્વાગત

150 ટી.પી.ડી. ઈ –મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં સહભાગી થવા કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને વોટર–વે કેબિનેટ મંત્રી સર્બાનંદ સોનોવાલનું કંડલા એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેક્ટર અનિલ રાણાવસિયા,દીનદયાલ પોર્ટ ચેરમેન સુશીલકુમાર સિંગ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર, આસામ પેટ્રો કેમિકલ્સ લિમિટેડના ચેરમેન બિકુલ ડેકા, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી. ડી. ડાવેરા, ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ વેલસ્પનના ચિંતનભાઈ ઠાકર, તથા પદાધિકારીઓ તથા અધિકારીઓ જોડાયા હતા.