મુંદરા નજીક અદાણી પોર્ટ સામે દરિયામાં માછીમારી કરતી બોટમાં હવામાન સંબંધી આગાહીઓ સાંભળવા માટે જરૂરી સંદેશાવ્યવહારનું સાધન ન હોવાનું સામે આવતા મુંદરા મરીન પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે અલ બુખારી નામની બોટના ટંડેલ ઉંમર કાસમ વાઘેર વિરુદ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અરજણભાઈ વજીર દ્વારા ફરિયાદ દાખલ કરાવાઈ હતી. આ કિસ્સામાં બોટની તપાસ કરતાં હવામાનની આગાહી સાંભળવા માટે ટ્રાન્જિસ્ટર રેડિયો કે અન્ય સંદેશાવ્યવહારનું સાધન મળી આવ્યું નહોતું. આ અંગે ઉમર કાસમ વાઘેરે પણ બોટમાં આવું કોઈ સાધન ન હોવાનું જણાવ્યું હતું.
મુંદરાના દરિયામાં માછીમારી કરતી બોટ ઝડપાઈ

