થેલેસેમિયા દર્દીઓ સાથે ઉજવણી

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતા ભાવિનભાઈ ખંડોર દાદર મુંબઈના સહયોગથી જનરલ હોસ્પિટલમાં સારવાર લેતા થેલેસેમિયાના દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને અને જૈન અગ્રણી નટવરલાલભાઈ વોરા તથા ડોક્ટર મોહિની દાત્રાણીયાના અતિથિ વિશેષ પદે રેખાબેન પટેલે દર્દીઓનો પરિચય કરાવ્યો હતો સંસ્થાના મીનાક્ષીબેન મોત, મોહિની દાત્રાણીયા, ભાવનાબેન જોશી, પૂર્વીબેન નિર્મલ, વિગેરેએ થેલેસેમિયાના બાળ દર્દીઓને રાખડી બાંધી હતી દર્દીઓને વસ્ત્રો, ડ્રાયફ્રુટ વિગેરેની સોગાદ આપવામાં આવી હતી. પ્રદીપભાઈ દોશી શાંતિલાલ મોતા ઓજસ શેઠ ભાવનાબેન જોશી મહેશ મહેતા અંકુર મોતા વિગેરેએ જહેમત ઉઠાવી હતી રેખાબેન પટેલ સહયોગી રહ્યા હતા