એસ.ટી.ડેપોના કર્મચારીઓને રક્ષાબંધન

માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળે રક્ષાબંધન નો તહેવાર એવા ભાઇઓ સાથે મનાવ્યો જે ફરજનિષ્ઠા ના કારણે પોતાની સગી બહેનો પાસે રાખડી બંધાવી શકતા નથી પણ સમાજની બધી બહેનોને પોતાના ભાઇઓના ગામ સુધી પહોંચાડવાની ફરજ બજાવે છે. માંડવી એસ.ટી. ડેપો ખાતેના આ કાર્યક્રમમાં
સ્વાગત ડેપોમેનેજર નિમીષાબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલામંડળ ના પ્રમુખ પિનાકિનીબેન સંઘવીએ સહયોગ બદલ રાજીપો વ્યક્ત કર્યો. હતો. ઉપપ્રમુખ રોશનીબેન, ખજાનચી ડૉ.પારુલબેન, સલાહકાર સીમાબેને પ્રવચન કર્યું હતું