કચ્છ, મુંબઈમાં અનેક પ્રવૃત્તિઓમાં મહત્વનું યોગદાન
મૂળ અબડાસાના સણોસરા ગામના વતની શ્રેષઠી સુંદરજીભાઈ શાહનું મુંબઈમાં અવસાન થતા કચ્છ અને બૃહદ કચ્છમાંમાં શોકની લાગણી પ્રસરી છે મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી કચ્છ અને મુંબઇમાં જીવદયા, માનવતા સહિતની અનેક સેવપ્રવૃતિમાં તેમનું અનેરું યોગદાન રહ્યું હતું. સુંદરજીભાઇ શાહનું કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે મોટું નામ રહ્યું છે. વીરાયતનના ચેરમેન, માનવજ્યોત મુંબઇના અધ્યક્ષ ઉપરાંત દાતા તરીકે તેમનું મોટું નામ છે. ભુજમાં સુપાર્શ્વનાથ જેવી સંસ્થામાં પણ તેમનું દાન હતું, અબડાસાના અનેક નાના-મોટા ગામોમાં તેમણે ઉદાર હાથ રાખ્યો હતો. નારાયણ સરોવર ખાતે નિર્માણ પામેલા અતિથિ ગૃહ અને મોથાળા ખાતે નિર્માણ પામતી અંગ્રેજી માધ્યમની શાળામાં પણ તેમણે યોગદાન આપ્યું છે. માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીને પણ તેઓ દાન આપી ચૂકયા છે. સુંદરજીભાઇએ એક જ વર્ષમાં તેમના ભાઇને સાથે રાખી રૂા. 100 કરોડનું દાન કરવા સાથે વિક્રમ નોંધાવ્યો હતો. 1985-87માં સણોસરા ખાતે ઢોરવાડો શરૂ કરી 7 હજાર પશુને આશ્રય આપ્યો હતો. સરકારની કોઇ સબસિડી તે વખતે લીધા વિના ગૌવંશની સેવા કરીને એ સમયમાં તેમણે ગાયો પાછળ રૂા. 66 લાખ વાપર્યા હતા. આવા મોટા દાનવીરની વિદાયથી કચ્છને મોટી ખોટ પડી છે . બુધવારે મુંબઇમાં સદગત ની પ્રાર્થનાસભા રાખવામાં આવી છે.

