ગાંધીધામમાં કળશ યાત્રાના આગમને કાર્યક્રમ યોજાયો
સમાજ સુધારક સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે કચ્છમાં કળશયાત્રા આગમન બાદ ગાંધીધામ ખાતે આગમન સમયે કાર્યક્રમ યોજાયો હતો.
મહારાજની જન્મભોમકા વારાણસીથી ગંગાના તટની માટી ભરેલા કળશો દેશના દરેક રાજ્યો, જિલ્લાઓ અને ગામડે-ગામડે સુધી યાત્રા દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે.. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિતના આગેવાનોએ વસ્ત્રાલ અમદાવાદ ખાતે આયોજિત પ્રદેશકક્ષાના કાર્યક્રમમાંથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે માટી ભરેલ કળશને સ્વીકાર્યો હતો. આ વેળાએ સાંસદ વિનોદભાઈ ચાવડા અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત કળશયાત્રાના ઇન્ચાર્જ અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અશોકભાઈ હાથી તેમજ યાત્રાના સહ ઇન્ચાર્જ ડેનીભાઈ શાહ, રવિભાઈ ત્રવાડી, રવિભાઈ ગરવા અને નરેશભાઈ ફફલ, વાઘજીભાઈ છાંગા અને પ્રણવભાઈ જોશી પણ સાથે જોડાયા હતા.
કળશયાત્રા ભચાઉ કબીર મંદિર, પડાણા ગામે રામદેવપીર મંદિર બાદ ગાંધીધામ પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સ્વાગત કરાયું હતું. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, કળશયાત્રાનાં માધ્યમથી સમરસતાના વિચારને બળવત્તર વેગ મળશે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, સમરસતાએ તટસ્થ સમાજવ્યવસ્થાનું શ્રેષ્ઠ દૃષ્ટાંત છે. સાંસદ વિનોદભાઈ ચાવડા જણાવ્યું હતું કે, રવિદાસજી મહારાજનું જીવનચરિત્ર સમરસતાની અવિરત પ્રેરણા પૂરી પાડે છે. ધારાસભ્યો કેશુભાઈ પટેલ અને માલતીબેન મહેશ્વરીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ યાત્રા દરમિયાન જિલ્લા પંચાયત અધ્યક્ષ પ્રભાબેન હુણ, રાપર ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પ્રદેશના આગેવાન અરજણભાઈ રબારી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, જિલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ જનકાસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ખુમાનાસિંહ ચૌહાણ, અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, ખીમજીભાઇ માતંગ સહિતના આગેવાનો, ધર્મગુરુઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીત ઠક્કર ઉપરાંત અનિલભાઈ છત્રાળા અને જયદીપાસિંહ જાડેજા જ્યારે ભુજ તાલુકા ભાજપ અધ્યક્ષ અશોકભાઈ બરાડિયા સહિત દિનેશભાઇ ઠક્કર અને પ્રાણભાઈ નામોરીએ જહેમત ઉઠાવી હતી. સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશ ખંડોરે કર્યું હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

