ધારાશાસ્ત્રીના આગોતરા કોર્ટે નકાર્યા

ભુજના મકાન વેંચી નાખવાના કેસમાં ચુકાદો

બનાવટી સહીઓ કરી બોગસ દસ્તાવેજ બનાવી તેના આધારે ભુજની ભુજના બિન નિવાસી ભારતીય વૃધ્ધાનું મકાન બારોબાર વેચી મારવાના તાજેતરના કિસ્સામાં આરોપી પૈકીના ધારાશાસ્ત્રી પુપુલ શિવજી સંઘાર ( બિદડા)ની આગોતરા જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી.
તાજેતરમાં ૧૨મી ઑગસ્ટે ભુજ એ ડિવિઝનમાં આ અંગેનો ગુનો નોંધાયો હતો. આરોપી પુપુલ પોલીસની પક્કડથી દૂર છેઃ આ વચ્ચે તેના માટે મુકાયેલી આગોતરા જામીનની માંગણી કોર્ટે નકારી કાઢી છે. આ પ્રકરણમાં આધાર કાર્ડ બનાવી આપવાના બહાને ૮૧ વર્ષિય એન.આર.આઈ. મહિલાના મકાનનો દસ્તાવેજ મેળવીને આરોપી અને તેના માતા-પિતા, ભાઈ સહિત પાંચ જણે આ મકાન બારોબાર અન્યને વેંચી માર્યું હતું તેવો ગુનો દાખલ કરાવાયો હતો. આગોતરા માટેના કેસની સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઈ મહેશ્વરી હાજર રહ્યા હતા.