ધારાસભ્યની હાજરીમાં યોજાશે સેવાનો કાર્યક્રમ
સેવા પરમો ધર્મના સૂત્ર સાથે વિવિધ સેવાકીય, ઉપયોગી અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ દ્વારા તા. 27 ઓગષ્ટ ગુરુવારે દિવ્યાંગ લાભાર્થીઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાશે. મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ ભુજ દ્વારા સમયાંતરે સેવાની અને ઉપયોગી પ્રવૃતિ સંસ્થાની સ્થાપનાથી થતી આવે છે. આ અભિગમ જાળવી રાખતા દિવ્યાંગ વ્યક્તિઓને જીવન જરુરિયાત વસ્તુઓની કીટ વિતરણ કરવા માટેનો સેવા કાર્યક્રમ ગુરુવાર તા. 27મી ઓગષ્ટના સવારે 10.30 વાગ્યે ભુજમાં કોલેજ રોડ સ્થિત રણજીત વિલાસ પેલેસમાં યોજાશે.આ સત્કાર્યની પ્રવૃતિમાં અતિથિ વિશેષ તરીકે ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ શિવદાસભાઈ પટેલ, હાજર રહેશે.
કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પટેલ અને રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવી ઉપરાંત અન્ય મહેમાનો અને અગ્રણીઓના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને જીવન જરૂરી વસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવશે તેવું ટ્રસ્ટના જીતેન્દ્ર ધારશી શાહે જણાવ્યું હતું.

