દેશભક્તિ ગીતોની રમઝટ

ભુજ સૂરમઈ શામ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે ભુજમાં ખેંગારબાગ પાસે વોક-વે ડોમ ખાતે દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. ગ્રુપના સિંગર્સ દ્વારા દેશપ્રેમથી ઓતપ્રોત વિવિધ લોકપ્રિય દેશભક્તિ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ ભુજ શિવા તરફથી વિશેષ ત્રણ સિંગર્સને પ્રોત્સાહન ઇનામ આપી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી. સૂરમઈ શામ ફ્રેન્ડ્સ ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ ચૌહાણ, ચેતન ચૌહાણ, નરેન્દ્રસિંહ પરમાર, જયંતિભાઈ પરમાર, આશાબેન ભાટીયા, રસિકબા જાડેજા, ચિરાગ બ્રહ્મભટ્ટ, કમલ રાજપૂત, ભાવનાબેન ઠક્કર, પલ્લવીબેન પરમાર, કૌશિકભાઈ અને સ્નેહાબેન સોની, ઝીનતબેન ભટ્ટી, મામદભાઈ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.