મુંદરામાં ઢાબામાં 84 બોટલ પકડાઈ
કબાટના ખાનામાં છુપાવેલા દારૂ સાથે સંચાલક ઝડપાયો મુંદરા તાલુકામાં હિંદ સર્કલ નજીક મીની પંજાબી ધાબામાં…
કબાટના ખાનામાં છુપાવેલા દારૂ સાથે સંચાલક ઝડપાયો મુંદરા તાલુકામાં હિંદ સર્કલ નજીક મીની પંજાબી ધાબામાં લાકડાના કબાટના ગુપ્ત ખાનામાં સંતાડેલો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો મળતા સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 84 બોટલ કબજે કરી હતી. મીની પંજાબી ઢાબાના રૂમમાં જસપાલસિંઘ ઉર્ફે મૌમી શીખ દારૂનો જથ્થો ગુપ્ત રીતે રાખી તેનું વેચાણ કરતો હોવાની બાતમીના…
રોકાણ કરાવ્યું; ઉપાડવા જતા વધુ રકમની માંગણી શેરબજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર અપાવવાની લાલચ આપી ભુજ તાલુકાના ઢોરી ગામના વ્યક્તિ સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હોવાનો કિસ્સો ફોજદારી સ્વરૂપે નોંધાયો છે. ઢોરીના ફરિયાદી આશિષ હરિભાઈ ગાગલએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં આ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક કરી પોતે ‘સોશિયલ વેન્ચર કેપિટાલિસ્ટ કંપની’ તરફથી હોવાની ઓળખ…
માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળે રક્ષાબંધન નો તહેવાર એવા ભાઇઓ સાથે મનાવ્યો જે ફરજનિષ્ઠા ના કારણે પોતાની સગી બહેનો પાસે રાખડી બંધાવી શકતા નથી પણ સમાજની બધી બહેનોને પોતાના ભાઇઓના ગામ સુધી પહોંચાડવાની ફરજ બજાવે છે. માંડવી એસ.ટી. ડેપો ખાતેના આ કાર્યક્રમમાં સ્વાગત ડેપોમેનેજર નિમીષાબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલામંડળ ના પ્રમુખ પિનાકિનીબેન સંઘવીએ…
સિવિલ ડિફેન્સ નાગરિક સંરક્ષણના માનદ સભ્ય તરીકે ઓપરેશન અભ્યાસ અંતર્ગત યોજાયેલી મોકડ્રિલમાં શિસ્તબત રીતે જવાબદારી સાથે સક્રિય રહેવા બદલ ઈસ્માઈલભાઈ જુણેજાને નાગરિક સંરક્ષણ તરફથી 15 મી ઓગસ્ટના પ્રશંસા પ્રમાણપત્ર જાહેર થયો હતો. ભુજ સંસ્કૃત પાઠશાળા ખાતે વિનુભાઈ સોમૈયા, વિભાકર ભાઈ અંતાણી અને વારીસ પટણી દ્વારા આ સન્માન તેમણે એનાયત કરવામાં આવ્યુ હતુ. તેવું જયશ્રીબેન હાથીએ…
કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા તાજેતરમાં ભુજ BSF ૧૦૩૩ને દાતાઓના સહયોગથી એરકુલર અર્પણ કરવા સમારોહ યોજાયો હતો. સમિતિ ના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને કારોબારી સભય દિનેશભાઈ મણિલાલ શાહે, જવાનોની સેવાને બિરદાવી જણાવ્યું હતું કે, નિર્મલાબેન વસંતભાઈ મહેતા (બાગ હાલે મુંબઈ), ભાનુબેન મોરારજી છેડા ( કાંડાગરા હાલે મુંબઈ), મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર હસ્તે. ભરતભાઈ…
નર્મદા બંધ તો સરપંચે વાવમાંથી ભર્યું પાણી અબડાસાના ખીરસરા-વિંઝાણ ગામે છેલ્લા બે મહિનાથી નર્મદાનું પાણી નિયમિત રીતે મળતું નથી. તંત્ર દ્વારા અપાતું વૈકલ્પિક પાણી બેરાચીયા ડેમનું ખારું હોવાથી તે પીવાલાયક નથી. તેવી ફરિયાદો ઉઠી છે. ફરિયાદો અનુસાર ગામલોકો પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે. જળની આ વિકટ સમસ્યાને કારણે ગામના સરપંચ આદમ હિંગોરાએ પોતે…
વિવિધ વર્ગના લોકોને રાખડીનું બંધન કરાશે વિશ્વ હિન્દુ પરિષદની ભગિની સંસ્થા દુર્ગાવહીની પશ્ચિમ કચ્છ દ્વારા રક્ષાબંધન પર્વ અન્વયે ઉજવણીનો ખાસ કાર્યક્રમ તારીખ 23 થી 30 સુધી ચાલશે. સેવાવસ્તી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ, સરહદી વિસ્તારના જવાનો, મુખ્ય પોલીસ સ્ટેશન, વાડી વિસ્તારમાં કામ કરતાં આદિવાસીઓ, મંદિરના પૂજારીઓ, શાળા કોલેજો, અને માજી સૈનિકોને રાખડી બાંધવાનું આયોજન આ અંતર્ગત કરવામાં…
વિદ્યાર્થીઓ અને રોજગારવાંચ્છુઓ માટે જાતિ, આવક અને EWS સહિતના પ્રમાણપત્રો હવે ઓનલાઈન જાતિ, આવક સહિતના વિવિધ ૦૭ પ્રમાણપત્રો https://www.digitalgujarat.gov.in/Services/SugamDGAbhiyanServices.aspx પોર્ટલ પર ઉપલબ્ધ રાજ્ય સરકાર દ્વારા નાગરિક સેવાઓના ડિજિટાઈઝેશનને વધુ વેગ આપીને કલ્યાણકારી અને શૈક્ષણિક યોજનાઓ માટેના જાતિ, આવક સહિતના વિવિધ ૦૭ પ્રમાણપત્રો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પહેલના પરિણામે છેલ્લા ચાર મહિનામાં એક લાખથી…
મતવિસ્તારના રોડ રસ્તા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસલક્ષી કામો માટે 14 મહિલા જનપ્રતિનિધિઓ ને કુલ 28 કરોડ રૂપિયા ફાળવાશે રાજ્ય વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ કરતાં શહેરી ક્ષેત્રના નવ અને ગ્રામ્ય વિસ્તારના પાંચ મળી કુલ 14 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને રૂપિયા 2 કરોડની વિકાસલક્ષી ગ્રાન્ટ તેમના મતવિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણય અનુસાર ફાળવવામાં આવશે….
ભારતીય સેના-Air Force, Navy, BSF અને CRPF ના વરિષ્ઠ અધિકારીઓને રાખડીઓ સુપ્રત કરાઈ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દેશની સરહદો પર ખડેપગે રાત દિવસ ફરજ બજાવતા વીર જવાનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સ્નેહની લાગણી વ્યક્ત કરવા માટે આંગણવાડીની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે ૪.૫૦ લાખ રાખડીઓ જવાનોને મોકલવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક…