મોટાગજાના કલાકારોએ જમાવી રાસગરબાની જમાવટ, સન્માન કરાયા
ભુજ શહેરમાં આર.ટી. ઓ. રિલોકેશન સાઇટ ખાતે મતાનામઢના પદયાત્રીઓ માટે શરૂ કરાયેલા નમો કેમ્પને શુક્રવારે રાત્રે વિરામ અપાયો હતો. પદયાત્રીઓનો પ્રવાહ મંદ પડતા સેવાકેમ્પને વિરામ અપાયો હતો. આ પૂર્વે કેમ્પનો એકથી સવા લાખ ભાવિકોએ લાભ લીધો હતો. શુક્રવારે રાત્રિ સુધીમાં પદયાત્રીઓની સંખ્યા ઘટી જતા ચાલુ વર્ષના કેમ્પનું સમાપન કરવાની આયોજકોએ ઘોષણા કરી હતી. તો ભુજ પ્રમુખ સ્વામી નગર ખાતે યોજાનારી નમો નવરાત્રી દ્વારા દશ દિવસ મોટાગજાના કલાકારો સાથેની સંપૂર્ણ નિઃશુલ્ક નવરાત્રીના માધ્યમથી શક્તિની ભક્તિ કરવાની જાહેરાત કરતા સૌ ભાવિકોને તેમાં સામેલ થવા જણાવાયુ હતું.
દરમ્યાન નમો કેમ્પના વિરામ પૂર્વે શુક્રવારે ખ્યાતનામ કલાકારો સંગીતાબેન લાબડીયા, અલ્વીરા મીર, ઋજુ જાધવ, બ્રિજરાજ લાબડીયા, રાજ લાબડીયા અને રાજેશ ગઢવીએ રાસગરબાની જમાવટ સાથેની પ્રસ્તુતિ કરી હતી. જેમાં પદયાત્રીઓ, ભાવિકો, અગ્રણીઓ અને આયોજકો સહિતના ઝૂમ્યા હતા. આ પ્રસંગે આહીર રાસમંડળીએ આકર્ષણ જમાવ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે આ વર્ષના સેવા કેમ્પનો એકથી સવા લાખ જેટલા યાત્રીઓ અને ભાવિકોએ પ્રસાદ સહિતની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પના તબીબી વિભાગમાં પંદર હજાર જેટલા પદયાત્રીએ લાભ લીધો હતો.
શુક્રવારે દાતાઓ, શ્રેષ્ઠીઓ, કલાકારો, મહેમાનો, રસોયા અને સહયોગીઓનું સન્માન કરીને તેમની સેવાઓ બિરદાવાઈ હતી. અગ્રણીઓ વીરભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા,, રાજેશ પલણ, હાજી મોહમદ હાજી સીધીક જુણેજા, સુકેતુ રૂપારેલ, અર્પિત ઠક્કર, અરવિંદ ઠક્કર, દેવજીભાઈ કન્નર , અશોક કન્નર, ગણેશ આહીર, ઓમ ઠક્કર, શ્યામ ઠક્કર, મિત ઠક્કર, કુશલ ઠક્કર, વેણુ ઠક્કર, રિધ્ધિ ઠક્કર, મયુરીબેન ઠક્કર, ચેતન ઠક્કર વગેરે સહિતના હસ્તે આ સન્માન કરાયા હતા. કેમ્પના સ્થાપક જેંતીલાલ જેઠાલાલ ઠક્કરે સૌ સહયોગીઓનો આભાર માની નવરાત્રી સહિતના ભાવિ કાર્યક્રમોની વિગતો આપી હતી.

