વીર બાળક સ્મારક ખાતે પુસ્તકાલયનું ઉદઘાટન

જરૂરી કામો માટે જોઈએ તેટલી ગ્રાન્ટની થાય છે ફાળવણી

અંજારમાં વીર બાળક સ્મારક ખાતે સાહિત્ય સભર ગ્રંથાલય ( પુસ્તકાલય ) નું ઉદઘાટન ગુજરાત સરકારના મંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું. અંજારના લોકો અને ખાસ કરીને ચિત્રકૂટ અને વિજયનગર આજુબાજુના વિસ્તારના લોકોને આ પુસ્તકાલયનો લાભ મળી રહેશે. શહેરના જે યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે વિશાળ એસી હોલ રવિવારે ખૂલ્લુ મૂકવામા આવ્યો હતો. પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી એ જણાવ્યું હતુ કે વીર બાળ સ્મારક મધ્યે શહેરના લોકો અવિરત આવતા થાય અને લોકોને પુસ્તક વાંચવા માટે શાંત સ્થળ મળી રહે એટલા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી ત્રિકમભાઈ એ જણાવ્યું હતુ કે લોકોના વિકાસ માટે સરકાર જ્યાં જોઈએ ત્યાં અને જેટલા જોઈએ તેટલા રૂપિયાની ગ્રાન્ટ આપી રહી છે. કાર્યક્રમમાં નગર પાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, પ્રાંત કચેરી નાયબ મામલતદાર નિલમ્બિકાબેન બારડ, અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, પૂર્વ નગરપતિ વસંતભાઈ કોડરાણી, નગર પાલિકાના ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, શાસક પક્ષના નેતા આશિષભાઈ ઊદવાણી, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન નિલેશગિરિ ગોસ્વામી, કાઉન્સિલરો ડાયાલાલ મઢવી, જયેશભાઈ સોરઠીયા, સંદીપાબેન સોની, પ્રાંત કચેરીના અંશભાઈ મહેશ્વરી, હિતેનભાઈ હડિયા, વીર બાળક સ્મારકના પ્રતીકભાઈ ખાંડેકા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.