કચ્છ યુનિ.નો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો, ૬૯૮૯ વિધ્યાર્થી દીક્ષિત થયા : ૪૩ ને ગોલ્ડમેડલ
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૬મો પદવીદાન સમારોહ રવિવારે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ૬૯૮૯ વિધ્યાર્થીને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા એનકાર્યક્ષેત્રમ તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલ અપાયા હતા.
દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ દેવવ્રતજીએ શ્યામજી કૃષ્ણવર્મા તથા તેમના ગુરુ મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન યુવાઓ માટે પ્રેરણારૂપ ગણાવીને યુવાનોને કર્તવ્યભાવના, રાષ્ટ્રધર્મ, સમાજધર્મ તથા પરિવારધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ લોકાપર્ણ કરાયેલી ડિજિટલ લાઇબ્રેરી તથા સ્કીલ સેન્ટરને યુવાનો માટે વરદાનરૂપ ગણાવીને અભ્યાસ સાથે પોતાની સ્કીલને ઓળખીને તે દિશામાં આગળ વધવા શીખ આપી હતી.
રાજ્યપાલએ આ પ્રસંગે યુવાનોને ડીગ્રીને માત્ર રોજગારનું માધ્યમ ન ગણીને પોતાના ક્ષેત્રમાં યોગ્યતા કેળવવવા સાથે નિતિમત્તા, સમપર્ણ સાથે માનવતાની સેવાની ભાવના વિકસાવી સશક્ત ભારતના નિર્માણ માટે આગળ આવવા હાકલ કરી હતી. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ કહ્યું હતું કે રાજ્યપલની પ્રેરણાથી આજે કચ્છમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. કચ્છના ખેડૂતો નવા પ્રયાસો કરી રહ્યા છે. તેમણે લોકાર્પિત કરાયેલી ડિજિટલ લાઇબકાર્યક્ષેત્રમા સેન્ટરને આર્શીવાદરૂપ ગણાવીને આવનારા સમયમાં પણ નવા સંકલ્પો સાથે નવા આયામો સર કરવા શુભકામના પાઠવી હતી.
દીક્ષાંત સમારોહમાં ૪૩ ગોલ્ડ મેડાલીસ્ટોને રાજ્યપાલના હસ્તે ડિગ્રી સાથે મેડલ એનાયત કરાયા હતા. તેમજ પીએચડી થયેલા ૨૭ છાત્રોને પ્રોત્સાહિત કરાયા હતા.
યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલે યુનિવર્સિટીના વિકાસકામોની છણાવટ સાથે યુનિવસિર્ટીમાં નિર્માણ પામેલ મ્યુઝિયમ, મોલ, જીમ, કાફેટેરીયાનું આગામી સમયમાં લોકાર્પણ તથા જિલ્લાના એક્સટેન્શન સેન્ટર, યુનિવર્સિટીની શૈક્ષિણક પ્રગતિ તથા નવા આયોજન હેઠળના વિકાસકામો અંગે વગેરે માહિતી પૂરી પાડી હતી.
પ્રારંભે રાજ્યપલને કચ્છ યુનિવસિર્ટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના હસ્તે બે મહત્વપૂર્ણ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છને ગ્રીન એનર્જી હબ બનાવવાના લક્ષ્ય સાથે સ્કીલ સેન્ટર અને વિદ્યાર્થીઓ માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ ‘નમો ઇ-લાઇબ્રેરી’નો સમાવેશ થાય છે. ઉપરાંત રાજ્યપાલ દ્વારા કચ્છ યુનિવસિર્ટી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કલેકટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા, રજિસ્ટ્રાર ડો.અનિલ ગોર વગેરે તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

