દરશડીમાં વ્યસનમુક્તિના પ્રચાર પ્રસાર માટે રેલી યોજાઈ

દરશડી અને મમાયમોરાના વિદ્યાર્થીઓ સહિત એક હજાર લોકો જોડાયા

કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુ ધીરજલાલજી સ્વામીના શિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ ‘આનંદ’ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય ઓજસમુની ‘મંગલ’ મહારાજની હાજરીમાં વ્યસનમુક્તિના પ્રચાર અને પ્રસાર માટે રેલી નીકળી હતી. આ રેલીમાં દરશડી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા તેમજ મમાયમોરાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, શિક્ષકોનો સ્ટાફ અને ગામલોકો સહિત એક હજાર વ્યક્ત જોડાયા હતા.
વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો.દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, વ્યસનમુક્તિના બેનર તથા વ્યસનમુક્તિના વિવિધ સૂત્રોચાર સાથેની આ રેલીએ ગામમાં આકર્ષણ જગાડેલું હતું. રેલી બાદ દાતા દેવકાબેન રામજી કકા (હસ્તે. અમૃતબેન દામજી રામજી કકા (હસ્તે. વનિતાબેન લેક્ષ નાગડા (ભોજાય – તા.માંડવી) તરફથી બાલમંદિરથી બારમા ધોરણ સુધીના તમામ બાલક-બાલિકાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.