રવિવારે સવારે ૧૧ વાગે કોડાય પુલથી પ્રસ્થાન થનાર કાર રેલીમાં ૩૫ કાર જોડાશે
ઈન્નરવ્હીલ ક્લબ ઓફ માંડવી દ્વારા ઈન્નરવ્હીલ ડિસ્ટ્રિક્ટ ૩૦૫ના માર્ગદર્શન હેઠળ SANRAKSHA – Orange the World’ની થીમ સાથે તા. ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન બે દિવસીય કાર રેલી યોજવામાં આવશે. Grow | Glow | Goના સંદેશ સાથે યોજાનારી આ રેલીમાં ૧૫૦થી વધુ સભ્યો અને સહભાગીઓ જોડાશે.
રેલીનો મુખ્ય હેતુ મહિલા સુરક્ષા, સશક્તિકરણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક સેવા અંગે જનજાગૃતિ ફેલાવવાનો રહેશે. Orange the World અંતર્ગત નારંગી રંગ મહિલાઓ સામેની હિંસા વિરુદ્ધ જાગૃતિ, એકતા અને સંકલ્પનું પ્રતીક બની રહેશે. ‘Be The Voice’ અને ‘One Colour • One Voice • One Commitment’ જેવા સંદેશો દ્વારા મહિલાઓના સન્માન અને સુરક્ષા માટે સમાજને એક થવાનો સંદેશ આપવામાં આવશે.
રેલીના પ્રથમ દિવસે રજિસ્ટ્રેશન, સામાજિક જાગૃતિ માટે પ્રદર્શન અને વર્કશોપ તથા કાર ડેકોરેશનનું આયોજન કરવામાં આવશે. Eco-friendly decorationને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. રાત્રે પરંપરાગત ચણિયાચોળી ડ્રેસ કોડ સાથે ગરબા રાત્રિ યોજાશે.
બીજા દિવસે નારંગી ટી-શર્ટ અને વાદળી જીન્સના ડ્રેસ કોડ સાથે કાર રેલીનું આયોજન કરવામાં આવશે. રેલી દરમિયાન માંડવી બીચ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાશે, જેમાં વિવિધ મહિલા મંડળોની બહેનોને આમંત્રિત કરવામાં આવશે. મહિલાઓના સ્વાસ્થ્ય, સુરક્ષા, અધિકારો અને સશક્તિકરણ અંગે સંવાદ તથા જાગૃતિ કાર્યક્રમ યોજાશે.
સેવા પ્રવૃત્તિઓને મળનાર રકમ તથા પ્રોત્સાહન રેલીમાંથી એકત્રિત થનાર ફંડનો ઉપયોગ ઈન્નરવ્હીલ ક્લબની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે. જેમાં ડાયાલિસિસ દર્દીઓને સહાય, સર્વાઇકલ કેન્સર રસીકરણ, Fit Girl Child પ્રોજેક્ટ તથા વિશેષ જરૂરિયાત ધરાવતી બાળાઓના શિક્ષણ માટે સહાયનો સમાવેશ થશે. આ સમગ્ર આયોજન PAP સુનિતા જૈન, ડિસ્ટ્રિક્ટ ચેરમેન વર્ષાબેન શાહ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી અલ્કાબેન ભાર્ગવ, રેલી ચેરમેન ડૉ. કિંજલ શાહ, રેલી કન્વીનર રચના શાહ, ક્લબ પ્રેસિડેન્ટ જૈમિની કોટક, સેક્રેટરી નીલમ ચાવડા તથા સમગ્ર ઈન્નરવ્હીલ ટીમના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવશે.

