વિદ્યાભારતી સંલગ્ન કચ્છ કલ્યાણ સંઘ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયોનું આયોજન
પશ્ચિમ કચ્છની સીમાઓથી લઈને પૂર્વોતર ભારતના સીમાડાઓ સુધી ઉતરે કાશ્મીરથી લઈને દક્ષીણે કન્યાકુમારી સુધી સમગ્ર ભારતભરમાં શુક્રવારે ૨૫/૦૯/ના વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન દ્વારા વિધાભારતીના દેશભરના વિદ્યાલયો મારફતે એક કરોડથી વધારે લોકોએ એકજ દિવસે, એકજ સમયે, એક ભાવ, એક સ્વર અને એક લય સાથે સામુહિક વંદેમાતમ્ ગાન કર્યું હતું અને વિશ્વ વિક્રમ નોંધાવી ગ્રીનીસ બુક ઓફ વર્ડ રેકર્ડમાં આ ઘટનાને દર્જ કરાવી હતી.
બંકિમચંદ્ર ચેટર્જીએ ૧૫૦ વર્ષ પહેલાં વંદેમાતરમની રચના કરી હતી. વંદેમાતરમના ૧૫૦ વર્ષ ભારતની રાષ્ટ્રીય ચેતના, સ્વતંત્રતા સંગ્રામ, સાંસ્કૃતિક ગૌરવ અને માતૃભૂમિ પ્રત્યેની અતુટ ભક્તિની યાત્રાનું પ્રતિક છે. આ ઐતિહાસિક ઘટનાની ઉજવણી માટે વિદ્યાભારતી દ્વારા અખિલ ભારતીય ધોરણે શુક્રવાર ના સવારે ૧૧:૦૦ કલાકે એક સાથે સમગ્ર ભારતમાં વંદેમાતરમ સમૂહ ગાન કરાયું હતું. આ સંદર્ભે ભુજ ટાઉનહોલ ખાતે વંદેમાતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભુજની અન્ય શાળાઓ પણ જોડાઈ હતી.
કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એંકરવાલા સરસ્વતી શિશુવાટિકા અને મહારાવ પ્રાગમલજી ત્રીજા સરસ્વતી વિદ્યામંદિર સંતોષી ભવન અને એંકરવાલા સરસ્વતી વિદ્યામંદિર પ્રસાદી ભવનના સંયુક્ત ઉપક્રમે ભુજના ટાઉનહોલમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું .
આ પ્રસંગે અતિથી વિશેષ પદે ભુજના નગરપતિ શીતલભાઈ શાહ, મુખ્ય વક્તા તરીકે કચ્છ યુનિવર્સીટી ના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગના એસોસિયેટ પ્રાધ્યાપક કનિષ્કભાઈ શાહ, કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કચ્છ વિભાગના સંઘચાલક હિમંતસિંહ વસણ, કચ્છ કલ્યાણ સંઘના ટ્રસ્ટી સુભાષભાઈ જોષી મંચસ્થ રહ્યા હતા.
પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભારતમાતાનું પૂજન કરાયા બાદ દીપ પ્રગટ્ય કરાયું હતું. પ્રસાદી ભવનના સહપ્રધાનાચાર્ય દર્શનાબેન ધોળકિયા એ વંદેમાતરમનું ગીત રજુ કર્યું હતું .
મુખ્ય વક્તા કનિષ્કભાઈ શાહે પોતાના ઉદ્બોધનમાં આજના આ ઐતિહાસિક અવસરની ક્ષણને પોતાની શૈલીમાં વર્ણવી હતી ભુજની અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ, અન્ય શાળાનો સ્ટાફગણ, ભુજની વિવધ સંસ્થાના પદાધિકારીઓ, ભુજના વિવિધ વોર્ડના કાઉન્સીલરો, કચ્છ કલ્યાણ સંઘ વ્યવસ્થાપક સમિતિના નવીનભાઈ વ્યાસ, મેહુલભાઈ શાહ, જયસુખભાઈ માણેક, શાંતિલાલભાઈ ઠક્કર, નરેન્દ્રભાઈ ગોર, રિદ્ધિબેન કોઠારી, હ્સમીતાબેન ત્રિવેદી, મુક્તિબેન પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કચ્છ કલ્યાણ સંઘના વ્યવસ્થાપક સમિતિના માધવીબેન શાહે કર્યું હતું જ્યારે આભારવિધિ નિયામક વનરાજસિંહ જાડેજાએ કરી હતી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તા ચિરાગભાઈ કોઠારીએ જહેમત ઉઠાવી હતી. આયોજન સંતોષી ભવનના પ્રધાનાચાર્ય વર્ષાબેન ઠક્કર, પ્રસાદી ભવનના પ્રધાનાચાર્ય નીરવબેન પાંધીના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે સંભાળ્યું હતું.

