અંજારમાં દિવડાઓએ સર્જ્યો દિવાળી જેવો માહોલ

સંતો, અગ્રણીઓ અને નગરજનો સહિતનો સમૂહ જોડાયો

અંજાર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સેવા સંકલ્પ અભિયાન – ૨૦૨૬ તળે આયોજીત “આશીર્વાદનો દીવડો” કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર, અંજાર ખાતે યોજાયો હતો. સ્વામિનારાયણ મંદિરના સંતો હરિકૃષ્ણસ્વામી, આનંદવલ્લભ સ્વામી, ભક્તિપ્રસાદ સ્વામી, રામસખી મંદિરના મહંત કિર્તીદાસજી મહારાજનું વિશેષ સન્માન કરાયું હતું. આ પછી દીપ પ્રાગટ્ય મહોત્સવ શરૂ થયો હતો. જેમાં ઉપસ્થિતતોએ ૭૬૦૦ દીપ પ્રગટાવી જાણે દિવાળીનું પર્વ આવી ગયું હોય તેવું વાતાવરણ સર્જી આશીર્વાદનો દીવડો પ્રગટાવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન નીલેશગિરી ગૌસ્વામી અને તેજસભાઇ મહેતાએ સંભાળ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન એસ. ખાંડેકાએ પ્રવચન કર્યું હતું. સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી પિયુષભાઈ ત્રિપાઠી તેમજ શામજીભાઈ હિરાણીએ સહકાર આપ્યો હતો. ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, મામલતદાર ભગવતીબેન ચાવડા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજીવભાઈ અંજારિયા, શાસનાધિકારી મુરજીભાઈ મીંઢાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક, નગરપાલિકાના ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા, શાસકપક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી, દંડક ગિરીશભાઈ પરમાર, રાપર તાલુકા ભાજપ સહપ્રભારી વસંતભાઈ કોડરાણી, ભુજ તાલુકા ભાજપ સહપ્રભારી ડેનીભાઇ શાહ, પ્રદેશ ભાજપ સહપ્રવક્તા મનજીભાઈ આહિર, શહેર ભાજપ મહામંત્રી ક્રિપાલસિંહ રાણા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠીયા “ડાડા” સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અંજાર શહેર યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૭૬ દાતાએ ૨૨૦૦૦ સીસી રક્તદાન કર્યું હતું.