ભુજ (નેત્રા)–ના.સરોવર બસ સેવા માટે કાર્યક્રમ
વર્ષ 2017થી બસ સેવા અનિયમિત હોવાના કારણે નખત્રાણા તાલુકાના નેત્રા વિસ્તારના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને આ પંથકના વિવિધ ગામની દીકરીઓ અને વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક વિદ્યાર્થીઓને દરરોજ આશરે 5 કિ.મી. સુધી પગપાળા અપડાઉન કરવાની ફરજ પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે યોજાનારી પદયાત્રામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો, યુવાનો, મહિલાઓ તથા સર્વ સમાજના ભાઈ-બહેનોને જોડાઈને એકતાનો અવાજ ઉઠાવવા હાકલ કરાઈ છે.
તારીખ: 13/09/2026, રવિવારના સવારે 7 વાગ્યે બેંક ઓફ બરોડા પાસે, નેત્રાથઈ પદયાત્રાનું પ્રસ્થાન થશે.એકતા જ આપણી તાકાત છે, નિયમિત બસ સેવા વિદ્યાર્થીઓનો હક છે, દીકરીઓને પગપાળા નહીં, સુરક્ષિત અને નિયમિત બસ સેવા મળવી જોઈએ તેવી લાગણી માગણી આયોજકોએ વ્યક્ત કરી છે.

