નાણાંપંચની ફાળવણી સહિતની વિગતો અપાઈ
મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ સંતોકબા જાડેજાના અધ્યક્ષ સ્થાને બુધવારે મુન્દ્રા તાલુકા પંચાયતના મધ્યસ્થ ખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પાણી અને આરોગ્ય સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. આ સભામાં ટીડીઓ અનિલ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામીએ અગાઉની સભા ની યાદી રજુ કરી હતી. મ. ટીડીઓએ 15મા નાણાં પંચની યોજનાની માહિતી આપી હતી.15માં નાણાં પંચ માં 20 ટકા ગ્રાન્ટ હતી 16મા નાણાં પંચ માં 10 ટકા ગ્રાન્ટ ફાળવાશે. 16માં નાણાં પંચના વિવિધ વિકાસકામોની માહિતી અપાઈ હતી. સામાન્ય સભામાં પાણી તેમજ આરોગ્ય લક્ષી પ્રશ્નો રજુ થયા હતા. મોટા કાંડાગરા હાઇવે પર એસ ટી એક્સપ્રેસ એસટીનો સ્ટોપ કરાવવા રજુઆત કરાઈ હતી.

