ફરિયાદોને ધ્યાને લઈ પ્રાંતની સ્થળ મુલાકાત
નખત્રાણા તાલુકામાં કોટડા-જડોદર ખાતે ગૌચર જમીનમાં પાવર ગ્રિડ દ્વારા સ્ટોકપાઇલિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદના અનુસંધાને નખત્રાણા એસ.ડી.એમ ઉત્કર્ષ ઉજવલ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ પર પંચાયતના પ્રતિનિધિઓ, ગૌ સમિતિના સભ્યો તથા પાવર ગ્રિડના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. લોક ફરિયાદોને ધ્યાને લઈ પ્રાંત દ્વારા સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કરાયું હતું દરમિયાન સરકારી તથા ગૌચર જમીન પર સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ પ્રકારનું સ્ટોક પાઇલિંગ કરી શકાય નહીં તે અંગે પાવર ગ્રિડના પ્રતિનિધિઓને સૂચનાઓ આપવામાં આવી હતી. તો સરકારી જમીનના ઉપયોગ અંગે નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું.

