અંજાર સરપંચ સંગઠન વતી રાજ્ય મંત્રીને રજૂઆત
અંજાર તાલુકાના ગ્રામ પંચાયત સંગઠન દ્વારા કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. સંગઠનના પ્રમુખ દેવઇબેન અરજણભાઈ કાનગડ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે અંજાર તાલુકાના દક્ષિણ વિસ્તારના ગામોમાં મુખ્યત્વે નર્મદાની પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જે હાલમાં માળીયાથી સામખયારી સુધીની કચ્છમાં પ્રવેશતી નર્મદાની પીવાની પાણીની મુખ્ય પાઇપલાઇન ખૂબ જ જૂની અને જર્જરીત સ્થિતિમાં હોવાથી આ જૂની લાઈન લાંબા સમયથી વપરાશમાં હોવાના કારણે હવે પૂરતું પ્રેસર પકડી શક્તિ નથી જેના પરિણામે છેલ્લા બે મહિનાથી અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી વિતરણ થઈ રહ્યું છે જેના કારણે સ્થાનિક ગામ જનોને પીવાના પાણીની ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠન દ્વારા ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગાને પત્ર લખી માંગ કરવામાં આવી છે કે માળીયાથી સામખયારી વચ્ચેની આ જૂની જર્જરી પાણીની પાઇપલાઇનને વહેલી તકે બદલી નાખવામાં આવે અને નવી લાઈન નાખવામાં આદેશો આપવામાં આવે જેથી અંજાર તાલુકા ગામડાઓને પૂરતા પ્રેસરથી અને નિયમિત પીવાના પાણી મળી રહે અને પીવાના પાણીની હાલાકી દૂર થાય

