બાયપાસ સાથે ગોપાલપુરી થઈ અવરજવર કરશે, એપ્રોચ રોડ માટે ખાત્રી
ગાંધીધામ નજીકના ગોપાલપુરી સ્ટેશનથી આગામી 19મી સપ્ટેમ્બરથી સાત ટ્રેન ગાંધીધામ સ્ટેશનને બાયબાય કરીને અવરજવર કરશે. વડાલાનાં મણિલાલ નરશી છેડા, ચુનીલાલ લાલજી શેઠીયા તથા નવીન જખુ (ભાણજી) ગાલા ગોપાલપુરી સ્ટેશનના નિરીક્ષણ માટે તાજેતરમાં ગયાં હતાં . તેમણે જણાવેલુ કે ગોપાલપુરી સ્ટેશને બધી સગવડો છે પરંતુ સ્ટેશનનો એપ્રોચ રોડ બિસ્માર હાલત માં છે. કચ્છ પ્રવાસી સંઘ સંસ્થા દ્વારા નવ નિર્વાચીત એ.આર.એમ. હેમંતકુમારસિંહ કાડીયાણનું ધ્યાન આ બાબતે દોરતા તેમણે કહ્યું હતું કે એપ્રોચ રોડનું કાર્ય ગાંધીધામ મ્યુનિસિપલનાં હસ્તક છે. રેલવે તંત્રે મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દેવેરાનો સંપર્ક તેમણે આ બાબત તુરંત કાર્ય શરૂ કરવાની બાંહેધરી આપી ગોપાલપુરી સ્ટેશન શરૂ થવાં પહેલાં એપ્રોચ રોડ નું કામ પરિપૂર્ણ થશે તેમ કહ્યું હતું.
દરમ્યાનગાંધીધામ સ્ટેશન થી બાયપાસ થનારી ટ્રેનોમાં સયાજી નગરી એકસપ્રેસ ૨૦૯૦૭/૦૮, એ.સી.સુપરફાસ્ટ એકસપ્રેસ ૨૨૯૦૩/૦૪, બાંદ્રા ટર્મિનસ- ભુજ એકસપ્રેસ ૧૨૯૬૫/૬૬ (વાયા પાલનપુર), બાંદ્રા ટર્મિનસ- ભુજ એકસપ્રેસ ૧૨૯૫૯/૬૦ ( વાયા પાલનપુર), ભુજ – પુણે એકસપ્રેસ ૧૧૯૦૧/ ૦૨, ભુજ શાલીમાર એકસપ્રેસ ૨૨૮૨૯/૩૦, નમો રેપિડ રેલ ૯૪૮૦૧/૦૨ ( ભુજ- અમદાવાદ) નો સમાવેશ થાય છે. બીજીબાજુ કચ્છ એકસપ્રેસને ગોપાલપુરી સ્ટોપેજની મંજૂરી નથી મળી. સંસ્થા દ્વારા આ બાબતે રેલ્વે તંત્ર ને અનુરોધ કરાતા સકારાત્મક જવાબ મળ્યો હોવાનું સંઘના નિલેશ શ્યામ શાહે કહ્યું હતું.

