નખત્રાણા નગરમાં દેવકીનગર રોડ પર છેલ્લા આઠેક દિવસથી સતત વહી રહેલી ગટરના કારણે રહેવાસીઓ અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. રહેવાસીઓને, મચ્છર અને ગંધથી બીમારી નો ડર પણ સતાવી રહ્યો છે દેવકી નગર રોડ પર છેલ્લા 8 દિવસથી ખાનગી સંકુલમાંથી ગટરનું ગંદુ પાણી સતત રોડ પર વહી રહ્યું છે. જેના કારણે આખો રસ્તો કીચડવાળો બની ગયો છે. આસપાસમાં રહેતા લોકોએ જવાબદારોનું ધ્યાન દોરવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી અને બદબુથી લોકો પરેશાન છે . તેવું બહાર આવ્યું છે. ગટરના પાણીના કારણે વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાયેલી છે. સાથે મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. બાળકો અને વડીલોને રસ્તા પરથી પસાર થવામાં પણ તકલીફ પડી રહી છે. તેવું નગરજનો કહી રહ્યા છે. રહેવાસીઓએ મિલકત માલિકને અનેક વખત મૌખિક રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી નગરપાલિકા દ્વારા આ મામલે કાર્યવાહી કરવી જોઈએ રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ તેવું પણ જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું
નખત્રાણાનું દેવકીનગર સતત વહેતી ગટરની ગંધથી હેરાન : રોગચાળાનો ભય

