લુધિયાણાથી 1.05 કરોડની કિંમતનો દારૂ ભરીને કચ્છ તરફ આવી રહેલી ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલએ પકડી પાડી સપાટો બોલાવ્યો છે. આ કિસ્સામાં કપડાં અને ચીંથરાંની ગાંસડીઓની આડમાં વીવિધ જાતના શરાબની પેટીઓ છૂપાવીને લઈ અવાતી હતી. બનાસકાંઠા જિલ્લાના થરા નજીક રાજસ્થાન પાસિંગની આ ટ્રક પકડી ડ્રાઈવર ક્લિનરની ધરપકડ કરવામાં આવી છે. હરીશ કુંકણા નામના બાડમેરના સપ્લાયરના કહેવાથી બન્ને જણ દારૂ ભરેલી ટ્રક લઈ ભુજ આવવા નીકળ્યા હતા. તેવું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
જાહેર કરાયેલી પ્રાથમિક વિગતો મુજબ ટ્રકમાંથી આશાપુરા એન્ટરપ્રાઈઝ, ભુજ નામની પેઢીને માલ મોકલાતો હોવાની બોગસ બિલ્ટી મળી છે. તો ટ્રકના એન્જિન નંબર અને ચેસિસ નંબરમાં પણ છેકછાક કરાયેલી છે, સપ્લાયર પકડાય ત્યારે દારૂ મગાવનાર સ્થાનિક રીસીવરનું નામ અને અન્ય વિગતો ખૂલશે તેવી સંભાવના છે.
કચ્છ આવતો એક કરોડનો શરાબ ઝડપાયો

