ભુજ તાલુકામાં પધ્ધર વિસ્તારમાં ચાર કરોડથી વધુના અંગ્રેજી પ્રકારના દારૂ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ દ્રશ્ય જોઈ અનેક પ્યાસીઓના કાળઝા જાણે કકળી ઉઠ્યા હતા
પધ્ધર પોલીસ સ્ટેશન નજીક સરકારી પડતર જમીનમાં પોલીસ દ્વારા કબજે કરાયેલા દારૂને કાયદાકીય રીતે નષ્ટ કરાયો હતો.
પદ્ધરના 1 અને માધાપરના 5 મળી કુલ 6 કેસમાં આ જથ્થો પકડાયો હતો. રાજ્ય મોનીટરીંગ સેલે ઝડપેલો દારૂનો જંગી જથ્થો પણ આમા સામેલ હતો. કાર્યવાહીમાં 56,000 થી વધુ દારૂની બોટલો પર રોલર, બુલડોઝર ફેરવાયુ હતું. પશ્ચિમ કચ્છ પોલીસે કોર્ટની કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ શુક્રવારે આ કામગીરી કરાઈ હતી. ભુજ પ્રાંત, નશાબંધી અને આબકારી વિભાગ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
પ્યાસીઓના કાળજે જાણે “કારમો ઘા”

