સંસ્થાના માધ્યમથી સેવાકાર્ય

માંડવીના સોશિયલ ગ્રુપના માધ્યમથી ડગાળા (તા.ભુજ) હાલે માંડવી નિવાસી મહેતા પરિવારે માનવસેવાનું કાર્ય કર્યું હતું. મહેતા ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાલા (હસ્તે. પ્રતિમાબેન વિરલભાઈ મહેતા – ડગાળાવાલા)એ ભોજાયની માનસ મંદિર સંસ્થા અને નાની ખાખરની વિકલાંગ જીવન વિકાસ મંડળ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ દિવ્યાંગ બાળકો માટે માનવસેવાનું કાર્ય કર્યું હતું. દાતા પરિવારના વિરલભાઈ દેવજીભાઈ મહેતા અને પ્રતિમાબેન મહેતા સાથે માંડવી સોશિયલ ગ્રુપના પ્રમુખ ગીતાબેન વોરા, કારોબારી સભ્ય રક્ષાબેન પટવા તેમજ અનિલભાઈ વોરા અને ભારતીબેન ભંડારી વગેરે જોડાયા હતાં.