પૂર્વ કચ્છ (ગાંધીધામ) જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સવર્ગના ૨૬ પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા હતા. રાપર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવાની કાર્યવાહી ક૨વા જરુરી સુચનાઓ આપવામાં આવી હતી તે અન્વયે આ કાર્યવાહી કરાઈ છે. પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી મંગળવારે કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ સવર્ગમાં 15 તથા હેડ કોન્સ્ટેબલથી એ.એસ.આઈ. કર્મચારીઓને પ્રમોશન અપાયું હતું. ડી.આર.ભાટીયા. ડી.વાય.એસ.પી. એસ.ટી.એસ.સી.સેલ તથા એ.વી.રાજગોર ડી.વાય.એસ.પી. મુખ્યની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
પૂર્વ કચ્છ જિલ્લાના 26 કર્મચારીને બઢતી

