વાગડના અનેક તળાવ ડેમ ઓગની જતા વધાવાયા

અમરપર, એકલ બાંભણકા રણ દરિયામાં ફેરવાયા

રાપર : વરસે તો વાગડ ભલો એ કહેવત મુજબ વાગડ ના રાપર તાલુકા માં મોસમ નો કુલ 362 મી.મી વરસાદ નોંધાયો છે 14 ઈંચ વરસાદ થયો છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરના પૌરાણિક આંઢવાળા તળાવ ઓગની જતા તેને નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે ના હસ્તે પુજા અર્ચના કરીને શાસ્ત્રોક્ત વિધિ સાથે વધાવવા મા આવ્યું હતું આ પ્રસંગે જીલ્લા ભાજપ મંત્રી ઉમેશ ભાઈ સોની ભિખુભા સોઢા મદુભા વાઘેલા આશિષ ગૌસ્વામી ભાણજીભાઈ ભ્રાંસડીયા કાનજીભાઈ આહિર નરેશ માલી વિશાલ મિરાણી મેહુલ રૈયા રામજી મુછડીયા અનવરશા બાપુ માવજી ભાઈ મેરીયાનગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા એકાઉન્ટ મહેશ ભાઈ સુથાર હરદેવસિંહ રાઠોડ યશ રાજગોર લાલજી કારોત્રા રાણાભાઈ પરમાર પ્રહલાદ શિયારીયાશૈલેષ શાહઆશિષ દરજી બળવંત ઠક્કરરાજુભાઈ ચૌધરી દિનેશ કારોત્રા ઉપ પ્રમુખ બબી બેન સોલંકીહરેશ ભાઈ ચૌધરી
જસવંતીબેન મહેતા ઉપ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ જગદીશ મહારાજે કરાવી હતીઉપરાંત કાનમેર નું સોનસર તળાવ ઓગની જતા સરપંચ રાધાબેન રાણા ભોપા તથા રામજી ભાઈ ભાટી ના હસ્તે ગ્રામજનો ની ઉપસ્થિત મા વધાવવા મા આવ્યું હતું ફતેહગઢ ભોજનારી બેલા લોદ્રાણી ડેમ ઓગન્યાનું રાપર જળ સિંચન પેટા વિભાગ ના નાયબ કાર્યપાલક ઈજનેર કેયુરભાઈ ટેઈલરે જણાવ્યું હતું. રાપર તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકના અનેક ડેમ ઓગન્યા છે તો અનેકમા છ આઠ મહિનાનું નવું પાણી આવ્યું છે ખડીર ના રતનપરના સરપંચ દશરથ ભાઈ આહિરના જણાવ્યા મુજબ ખડીર પંથકમઆ ખેતીને ફાયદાકારક વરસાદ થયો છે. અનેક ચેક ડેમ તળાવ માં પાણી આવ્યું છે આ વરસાદ થી મગ મઠ એરડા તલ કપાસ મગફળી જુવાર બાજરી સહિત ના પાક ને ફાયદો થશે સોળ આની વરસ આવે એવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.વાગડ વિસ્તારના રાપર તાલુકામા તથા બનાસકાંઠા પાટણ પાકિસ્તાનમા પડેલા ભારે વરસાદ થી અમરાપર ના રણ તથા એકલ બાંભણકા ના રણમાં પાણીની આવક થતા રન સમુદ્ર માં ફેરવાઇ ગયું છે એવું ખડીર પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ દશરથ સિંહ જાડેજા એ જણાવ્યું હતું.