મુન્દ્રામાં પાંજી નવરાત્રીનો શ્રદ્ધા અને ઉમંગભેર પ્રારંભ

અદાણી ફાઉન્ડેશન દ્વારા મોટા ગજાનું નિઃશુલ્ક ધાર્મિક આયોજન

મુન્દ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાંજી નવરાત્રિ મહોત્સવનો રવિવારે ભાવભેર અને દબદબા સાથે પ્રારંભ કરાયો હતો. પ્રથમ્ નોરતે નગરજનોએ નોંધપાત્ર સંખ્યામા ભાગ લઈને પોતાના ઉમંગ ઉલ્લાસનો પડઘો પાડ્યો હતો. પાંજી iનવરાત્રિના પ્રથમ નોરતે મુન્દ્રા બારોઇ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી અને સુધરાઈ હોદેદારો , મહેમાનો, કાઉન્સિલર, અગણીઓ સાહિતનાએ માતાજી ની આરતીનો લાભ લીધો હતો ..અદાણી ગ્રુપ ના કોર્પોરેટ અફેર્સ વિભાગ ના વડા ભાવેશભાઈ ડોંડાએ મહેમાનો અને ભાવિકોને આવકાર આપ્યો હતો ..ભુજ કવિઓ જૈન મહાજન અને સર્વ સેવા સંઘના પ્રમુખ જીગર તરચંદભાઈ છેડા ઉપસ્થિત રહ્યા હતા.
મુન્દ્રા અદાણી ફાઉન્ડેશન દ્વારા ” પાંજી નવરાત્રિ અદાણી કે સંગ ” થીમ પર નગરમા શીવ ટાઉનશીપ નજીક આવેલા વિશાળ મેદાનમાં પ્રથમવાર આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવા સાથે તેનો ભાવભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. અદાણી ગ્રુપ દ્વારા અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજિત આ ગરબામાં નામાંકિત કલાકારો વિશાલ ગઢવી ,જીગ્નેશ ગઢવી ,વંદના ગઢવી ,દેવલ ગઢવી પોતાના સ્વરથી ખેલૈયાઓને દશ દિવસ ગીત, સંગીત અને તાલના સથવારે ઘેલા કરશે.
વિશાળ મેદાનમાં લાઇટિંગ ડેકોરેશન તેમજ આધુનિક સુવિધાઓ સાથેની આ ગરબી પ્રથમ દિવસથી જ ખેલૈયાઓ અને ભવિકોમાં આકર્ષણરૂપ બની છે . ખાસ નોંધનીય બાબત એ છે કે ચોમેર વ્યવસાયી નવરાત્રીઓના જમાવડા વચ્ચે અદાણી ગ્રુપનું ગરબી સ્વરૂપે આ ધાર્મિક આયોજન પૂર્ણપણે ની:ક્ષુલ્લક છે. જેના કારણે નાના અને મધ્યમ વર્ગના તથા જરૂરતમંદ ભાવિકો ગરબે ઘૂમી શકશે અને દાંડિયા રમી શકશે.