ભુજમાં પ્લોટના વિવાદના કેસમાં આગોતરા જામીન

ચકચારી કિસ્સામાં ભુજ સેશન્સ કોર્ટનો હુકમ

ભુજના અંજલિનગર વિસ્તારમાં આવેલા પાંચ પ્લોટના દસ્તાવેજો બાદ પ્લોટની બાકી રકમ નહીં ચૂકવવાના ગુનામાં આરોપી ઇસ્માઇલ જુમા માંજોઠીના ભુજની સેશન્સ અદાલતે આગોતરા જામીન મંજૂર કર્યા હતા. આરોપી ઇસ્માઇલ જુમા માંજોઠી તરફથી આગોતરા જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આરોપી તરફે તેમના એડવોકેટ કે.પી. ગઢવી દ્વારા કોર્ટ સમક્ષ દલીલો કરવામાં આવી હતી. સાથે જ રેકોર્ડ પરના પુરાવાઓના આધારે પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ભુજના અધિક સેશન્સ જજએ આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ કે.પી. ગઢવી હાજર રહ્યા હતા.