પૂજન કરી સારા વરસાદની પ્રાર્થના, લાડુનો મહાપ્રસાદ, શાકભાજીનું નિરણ
મહંત ત્રિકમદાસજી મહારાજની પ્રેરણા અને સંકલ્પથી સ્થાપિત ગોવર્ધન નંદીશાળાએ સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા સાત વર્ષથી નિરાધાર નંદીઓની સેવા, સંભાળ અને સંરક્ષણનું કાર્ય નંદીશાળા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અવસરે મહંત ત્રિકમદાસજી મહારાજ, નંદીશાળાના ટ્રસ્ટીગણ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તથા ભક્તજનોની ઉપસ્થિતિમાં નંદી પૂજન કરવામાં આવ્યું હતુ. સારા અને પૂરતા વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. નંદીઓને લાડુનો મહાપ્રસાદ તેમજ આશરે ૮,૦૦૦ કિલો શાકભાજી તેમજ બુંદીના લાડુ ખવડાવવામાં આવ્યા હતા આઠમા વર્ષન પ્રવેશ પ્રસંગે નંદીશાળાના સર્વાંગી વિકાસ, ગૌસેવા, જીવદયા અને લોકકલ્યાણના કાર્યોમાં સતત વૃદ્ધિ થાય તથા પરમાત્માની કૃપા સૌ પર વરસતી રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

