ભૂકંપની અનેક સક્રિય ફોલ્ટલાઈનના પગલે હળવા અને મધ્યમ તીવ્રતાના આંચકાઓની વણઝાર જારી રહી છે. આ વચ્ચે રવીવારનાં ભચાઉ તાલુકામાં ધોળાવીરા નજીક ૩.૯ ની તીવ્રતાના આંચકાથી આ વિસ્તારની ધરા ધ્રુજી હતી.
શીતળા સાતમ ગુરુવારે સવારનાં દુધઈથી ૨૪ કિ.મી. દૂર ૩ની તીવ્રતાનો અને સાંજના ભચાઉ પાસે ૩.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. માત્ર ચાર દિવસમાં જિલ્લામાં રવિવારના સહિત ત્રણ આંચકા નોંધાયા છે.. આ આંચકા સાથે જિલ્લામાં છેલ્લા ૩૮ દિવસમાં ભૂકંપનાં ૮ હળવા આંચકા આવી ચૂક્યા છે. તેવું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરમાંથી મળતી માહિતી મુજબ ધોળાવીરા નજીક ૩.૯ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. બપોરનાં ૨.૪૫ મિનિટે આવેલા આંચકાનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી ૧૯ કિ.મી. પશ્ચિમ-ઉતર-પશ્ચિમ નોંધાયું છે
ચાર દિવસમાં ભૂકંપનાં ત્રણ હળવા આંચકા

