રાજ્યના મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ

મતવિસ્તારના રોડ રસ્તા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસલક્ષી કામો માટે 14 મહિલા જનપ્રતિનિધિઓ ને કુલ 28 કરોડ રૂપિયા ફાળવાશે

રાજ્ય વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ કરતાં શહેરી ક્ષેત્રના નવ અને ગ્રામ્ય વિસ્તારના પાંચ મળી કુલ 14 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને રૂપિયા 2 કરોડની વિકાસલક્ષી ગ્રાન્ટ તેમના મતવિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના  નિર્ણય અનુસાર ફાળવવામાં આવશે. મહિલા ધારાસભ્યોને ફાળવવામાં આવનારી આ વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મત વિસ્તારની રોડ રસ્તાની માળખાકીય સુવિધાઓની પ્રાથમિક જરૂરિયાતોને અનુરૂપ વિકાસલક્ષી કામો માટે થશે. મુખ્યમંત્રીના આ જનહિતલક્ષી અભિગમના પરિણામે સંબંધિત મહિલા ધારાસભ્યોના મત ક્ષેત્રોમાં કનેક્ટિવિટી વધુ સરળ બનશે