દિવ્યરાજસિંહ જાલુભા પરમારના પરિવારે દિવ્યરાજસિંહનો જન્મ દિવસ અલગ રીતે ઊજવતા બાળકોને શૈક્ષણીક કીટ અને અલ્પાહાર વિતરણ કર્યું હતું. લાયન્સ ક્લબ ભચાઉના માધ્યમથી આધોઇ ગોપાલાનંદજી વિદ્યા મંદિરમાં હોસ્ટેલમાં અભ્યાસ કરતા 550 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાઈ હતી. લાયન્સ પ્રમુખ ડો, ધર્મેન્દ્ર પરમાર, પ્રોજેકટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ, એડવોકેટ નોટરી કલાબેન ગાલા આધોઈ જિલ્લા પંચાયતના સદસ્ય વિજયસિંહ જાડેજા,નરા ગામ સરપંચ રણછોડજી, વિદ્યા મંદિરના આચાર્ય, હોસ્ટેલના સંચાલક દયાબા , અગ્રણી જીતુભા જીલુભા જાડેજા,મનુભા, સંચાલક રશ્મિભાઈ, કિરીટભાઇ, અને સ્કૂલના શિક્ષક હાજર રહ્યા હતા.
આધોઇમાં જન્મદિવસની અનોખી ઉજવણી

