સલામતીના નિયમોનું પાલન નહીં થવાનો આક્ષેપ
નખત્રાણા બસ સ્ટેશન નજીક કાર્યરત ખાનગી ગેસ એજન્સીની કામગીરી સામે સ્થાનિક રહેવાસી ભાણજી વેલજી વાઘેલા દ્વારા મદનીશ કલેકટર નખત્રાણાને લેખિત ફરિયાદ આપવામાં આવી છે.
આ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે ગ્રાહકોને બુકિંગ બાદ પણ સમયસર ગેસ સિલિન્ડર મળતા નથી. ઉપરાંત ભરચક બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સલામતીના નિયમોનું પાલન થતું નથી. જે ક્યારેક નુકશાન કરી શકે તેમ છે.
ફરિયાદ કરનારે એજન્સીની સંગ્રહ વ્યવસ્થા અને સલામતીના નિયમોની તાત્કાલિક તપાસ કરી પગલા લેવા માંગ કરી છે. આ ફરિયાદ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી અને તાલુકા પુરવઠા અધિકારિને પણ વાકેફ કરાયા છે.

