ભુજ ખાતે તપગચ્છ જૈન સંઘમાં ભાવભેર યોજાયો ધાર્મિક કાર્યક્રમ

સાધ્વી મ.સા.ના શ્રધ્ધાથી પારણા કરાવાયા

ભુજ તપગચ્છ સંઘમાં નેમિનાથ દીક્ષા કલ્યાણકના દિવસે વાજતે-ગાજતે જૈનાચાર્યોના પગલીએ સાથે, ‘જેન-જી’ સાધ્વી શ્રુતપુણ્યરેખાશ્રીજીના ૧ ઉપવાસના પારણા થયા હતા.
ભુજ તપગચ્છ સંઘમાં જૈનાચાર્ય રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. તથા આચાર્ય આત્મદર્શનસૂરીજી મ.સા.ની હાજરીમાં વાજતે-ગાજતે પગલીએ સાથે પ્રભુ નેમિનાથનો દીક્ષા કલ્યાણક મનાવવામાં આવ્યો હતો. તેમજ ‘જેન-જી’ સાધ્વી શ્રુતપુણ્યરેખાશ્રીજી મ.સા.ના ૩૧ ઉપવાસના પારણા અને સાધ્વી અર્પણરેખાશ્રીજી મ.સાની ૮૪મી ઓળીના પારણા સંપન્ન થયા હતા. પરિવારજનો અને સંઘ પ્રમુખ કીર્તિભાઈ શાહ વગેરે આગેવાનોએ તપસ્વીઓને પારણા હેતુ ગોચરી વહોરાવી હતી. આચાર્ય રશ્મિરત્નસૂરીશ્વરજી, આચાર્ય આત્મદર્શનસૂરીજી મ.સા., પન્યાસ જીતરત્નવિજયજી આદિની સાથે જ સાત ગચ્છના સાધુ-સાધ્વીની પધારામણી થઈ હતી. બપોરે બહેનોનો તપ સાંઝીનો કાર્યક્રમ યોજાયો હતો. તેવું જૈન અગ્રણી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.