મૂળ માંડવીના હાલમાં અમેરિકા સ્થિત દાતા ડો. ધીરજભાઈ શાહના સૌજન્યથી માંડવીમાં અનુમોદના ટ્રસ્ટ દ્વારા સેવા મંડળમાં ટોકન ભાવથી કોમ્પ્યુટર કલાસ ચાલી રહ્યા છે. જેમાં ડોટર્સ ડે નિમિત્તે ૨૮ વિદ્યાર્થીનીને સર્ટીફિકેટ તથા તેમણે આપેલ ફી ની રકમ પરત કરી સન્માન કરવામાં આવ્યું હતું. સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટી ચંદ્રસેનભાઈ શાહ, દિનેશભાઈ એમ. શાહ, જયેશભાઈ શાહ, વિનયભાઈ ટોપરાણી, આરતીબેન જાડેજા, દિપકભાઈ સોની વિગેરેના હસ્તે સન્માન કરાયું હતું
પ્રમાણપત્ર વિતરણ–સન્માન

