બી.એસ.એફ.માં ઘાસકટર અર્પણ કરાયું.

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા માંડવી બીએસએફમાં દાતાના સહયોગથી ઘાસકટર અર્પણ કરવાનો લોકાર્પણ કાર્યકર્મ યોજાયો હતો. સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ પ્રમુખ સ્થાનેથી બોલતા સૌને આવકારી દાતા પટેલ મૂળજીભાઈ મેઘજીભાઈ વાસાણી (હસ્તે નિલેશભાઈ વાસાણી, નાની વિરાણી માંડવી) હાલે મુંબઈ તરફથી ઘાસ કટર અર્પણ કરાયું હોવાનું કહ્યું હતું. સમિતિના કારોબારી સભ્ય દિનેશભાઈ શાહ, કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઇ ગઢવી, ભુપેન્દ્રભાઈ સલાટ ઉપસ્થિત રહ્યા હતા.