ભુજ ખાતે ‘AI ના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે માર્ગદર્શન

પાટવાડી નાકા શાળામાં યોજાયો શૈક્ષણિક કાર્યક્રમ

ભુજમાં પાટવાડી નાકા શાળા નંબર ૧, ખાતે વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને આધુનિક ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ અંગે સજ્જ કરવાના હેતુથી “કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ની શૈક્ષણિક ઉપયોગિતા અને સાવચેતી” વિષય પર મહત્વપૂર્ણ વર્કશોપ યોજાયો હતો. આચાર્ય રાજેશભાઈ ગોર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા અને ટેકનોક્રેટ જીગર જોબનપુત્રાએ વિદ્યાર્થીઓને AI નો શૈક્ષણિક કાર્યમાં કેવી રીતે વિવેકપૂર્વક ઉપયોગ કરવો અને તેનાથી થતા નુકસાનથી બચવા વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્ય હતું. કાર્યક્રમનું સંકલન વિદ્યુત નિરીક્ષક કચેરીના સિનિયર ક્લાર્ક એમ. આઇ. બાયડ દ્વારા અને સંચાલન અને આભાર વિધિ આચાર્ય રાજેશભાઈ ગોર દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો હિરલબેન સાવધારીયા તથા જીતેન્દ્ર બગાએ જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાની જિજ્ઞાસાનું સમાધાન મેળવ્યું હતું.