17મી સુધી વિવિધ સ્થળે અવિરત રહેશે આયોજન
‘સ્વાતંત્ર્ય સપ્તાહ’ અંતર્ગત લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ પ્રત્યે ગર્વની ભાવના જાગ્રત થાય તે હેતુથી હર ઘર તિરંગા યાત્રા આજે જિલ્લામાં વિવિધ સ્થળે યોજાઈ હતી. ગુરુવારે અંજાર ખાતે યાત્રા યોજાશે
ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી યાત્રા યોજાઈ હતી. યાત્રામાં ભુજ શહેરની સરકારી કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, આર્મી, એરફોર્સ અને બી.એસ.એફ.ના જવાનો, કેડેટ્સ તેમજ નગરજનો દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે જોડાયા હતા.
ઉજવણીમાં અનેક અગ્રણીઓ અને મહાનુભાવોએ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ સંઘાર, પ્રફુલસિંહ જાડેજા અને આશિકાબેન ભટ્ટ, તેમજ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રવિલાલ ગરવા, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, દંડક રૂપલબેન ચાવડા, શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ ગોર, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, મહામંત્રીઓ જયદીપસિંહ જાડેજા અને જીગરભાઈ શાહ, તથા કાર્યક્રમના ભુજ શહેરના ઇન્ચાર્જ રાજેશભાઈ ગોર, સહ ઇન્ચાર્જ નિખિલભાઈ ગોર અને માનસીબેન શાહ સહિતના પદાધિકારીઓ જોડાયા હતા.
યાત્રાનો શુભારંભ દેશ માટે બલિદાન આપનાર શહીદ વીર માણસીભાઈ ગઢવીના પત્ની સોનલબેન ગઢવી અને અન્ય મહાનુભાવો દ્વારા ફ્લેગ-ઓફ કરીને કરવામાં આવ્યો હતો. જ્યુબિલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન પામેલી આ યાત્રા સંતોષી માતાના મંદિર, વી.ડી. હાઈસ્કૂલ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને હમીરસર તળાવ થઈને લેકવ્યુ હોટલ પાસે પહોંચી હતી. ત્યાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
સમગ્ર માર્ગ પર લોકોએ હાથમાં તિરંગો લહેરાવી “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” ના નારા લગાવ્યા હતા.
દરમ્યાન મુન્દ્રા, હાજીપીર, રાપર, જખૌ બંદર વગેરે સ્થળે પણ ગર્વભેર યાત્રા યોજાઈ હતી. જેણે રાષ્ટ્રભક્તિનો માહોલ ઉભો કર્યો હતો.

