ગૌતમ અદાણી ઉવાચ “સત્યનો વિજય થયો છે”
ભારત જ નહીં પણ એશિયા અને સમગ્ર વિશ્વમાં જેમની ગણના ટોપ ઉપર છે તેવા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના સમગ્ર ગ્રુપ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં આ ઔધોગિક ગ્રુપ સામે લાગેલા ફોજદારી આરોપો અંગેના કેસમાં અમેરિકાના એક ન્યાયાધીશે અદાણી કંપનીના અધિકારીઓ સામે દાખલ કરાયેલા આરોપોને ફગાવી દીધા છે. ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાગેલા ફોજદારી આરોપો અંગેના કેસમાં કાનૂની પ્રક્રિયા બાદ આ મોટી રાહત મળી છે. અમેરિકાના એક ન્યાયાધીશે અદાણી અને તેમની કંપનીના અધિકારીઓ સામે દાખલ કરાયેલા આરોપોને ફગાવી દેતા આદેશ કર્યા છે. ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ટોચના અધિકારીઓએ અમેરિકા તરફથી આ મોટી કાનૂની જીત મેળવી છે. ફોજદારી કેસને સંપૂર્ણપણે રદ કરવાના યુએસ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ન્યાયિક પ્રણાલી અને “કાયદાના શાસન” માં તેમનો વિશ્વાસ હંમેશા અટલ રહ્યો છે. આ નિર્ણય બાદ, અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણકારોનો વિશ્વાસ ફરી એકવાર મજબૂત થયો છે.

