રાપરમાં તાલુકા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રાની ઉજવણી, રેલી યોજાઈ

ભાષાને બચાવવા માટે પ્રયાસ સાથે છાત્રો, અગ્રણીઓ જોડાયા

રાપરમાં તાલુકા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. સર્વ ભાષાની જનની સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે આ ભાષાને બચાવવાનો આ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો . યાત્રાની શરૂઆત રાપરના દેના બેન્ક ચોકથી નગાસર તળાવ સુધી ડીજે સાથે રેલી કાઢીને કરાઇ હતી. સંસ્કૃતને ઉજાગર કરતા સૂત્રો બોલાવવામાં આવ્યા હતા. નગાસર તળાવ ખાતે સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વિનુભાઈ થાનકી, કેશુભા વાઘેલા, નાયબ મામલતદાર ભીખાલાલ કોરાટ, ટીપીઓ સામતભાઈ વસરા , એસ.વી.એસ. કન્વીનર લીનાબેન ગઢવી,બીઆરસી કોડીનેટર મેહુલભાઈ દવે, સી.આર.સી કોડીનેટર જાવેદભાઈ મહિડા ,કોલેજના પ્રોફેસર અક્ષયભાઈ દવે તેમજ કમિટીના સભ્યો અને રાપરની શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવતું નાટક , સમુહ ગાન ,નૃત્ય ,ગીત ,શ્લોક અને વક્તવ્યની રજૂઆત કરવામાં આવી હતી. મોડેલ શાળાના આચાર્ય નયનાબેન ગોધાણીના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ યોગદાન આપ્યું હતું