ખેંગારજી બાવાની જન્મ જયંતિ ઉજવાઈ

ચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની ૧૬૦ મી જન્મ જયંતી ભુજ ખાતે ખેંગાર પાર્કમાં આવેલી તેમની પ્રતિમા પાસે ઉજવાઇ હતી ભુજ નગરપાલિકા અને સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હારા રોપણ કર્યું હતું.
નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી તેમજ રાજવી પરિવારના હનુવતસિંહજી જાણીતા કવિ પબુ ગઢવી, નગરપાલિકાના કાઉન્સીલર રૂપલબેન ચાવડા તેમજ ક્રિષ્નાબા જાડેજા, પૂર્વ કાઉન્સિલર ધીરેનભાઈ લાલન, જયંતભાઈ ઠક્કર, સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી, નરેન્દ્ર ભાઇ સ્વાદિયા, માલશ્રીબેન ગઢવી વિનોદ ભાઈ ગોર જોડાયા હતા.
મદનસિંહજી ટ્રસ્ટ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકો માટે સેવાકાર્યો કરાયા હતા. વિવિધ વક્તાએ રાવ ખેંગારજી બાવા કરેલા કાર્યોને યાદ કરી તેના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો