ભુજમાં વૃક્ષારોપણ

ભુજમાં સંતોષી ભવન અને મહારાવ પ્રાગમલજી ત્રીજા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો. ભારત વિકાસ પરિષદના માધ્યમથી સ્વાતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના દિપકભાઇ બોખાણી, પ્રેયસભાઈ ધોળકિયા, ભાવેશભાઈ શાસ્ત્રી, ચિંતનભાઈ જેઠવા, કિરણભાઈ પટેલ, જીજ્ઞાબેન મોગા, ડો.ખ્યાલીબેન ધોળકિયા, કચ્છ કલ્યાણ સંઘ વ્યવસ્થાપક સમિતિના નવીનભાઈ વ્યાસ, નરેન્દ્રભાઈ ગોર, શાળાના નિયામક વનરાજસિંહ જાડેજા, પ્રધાનાચાર્ય વર્ષાબેન ઠક્કર, સહપ્રધાનાચાર્ય વર્ષાબેન જોષી, ક્લાર્ક રાજીવભાઈ મહેતા હાજર રહ્યા હતા.