માંડવી. માંડવીમાં આરોગ્યક્ષેત્રે કાર્યરત જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટરને કેન્સર તથા ડાયાલિસિસના આર્થિક રીતે નબળા દર્દીઓની સારવાર માટે મૂળ દરશડી ( માંડવી)ના હાલમાં મુંબઈ નિવાસી દાતા મુલીબેન લધાભાઈ વાસાણી (હસ્તે શિવલાલભાઈ પટેલ) તરફથી એક લાખનું દાન પ્રાપ્ત થયું હતું. સંસ્થાના ચેરમેન કિરણભાઈ સંઘવી તથા ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું કે આ દાનથી કેન્સર અને ડાયાલિસિસ જેવી ગંભીર બીમારીઓથી પીડાતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સારવારમાં મહત્વપૂર્ણ સહાય મળશે. સંસ્થાના ચેરમેન કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલ પટેલ, મંત્રી અરવિંદ શાહ, ખજાનચી નિશાંત શાહ, સહમંત્રી મહેશ કંસારા, ટ્રસ્ટી વી. કે. સોલંકી, નરોતમભાઈ ધોળું તેમજ ટ્રસ્ટીમંડળે દાતા પરિવારના આ સહયોગની સરાહના કરી હતી.
મુંબઈ નિવાસી દાતા તરફથી કેન્સર અને ડાયાલિસિસ દર્દીઓ માટે લાખનું દાન

